
જીવનમાં બધું આવડયું સાહેબ
પણ
જેવા સાથે તેવા થતા ના આવડયું

જીવનમાં બધું ફાવી જશે
પણ ખાંડ વગર ની ચા
અને લાગણી વગર ના સંબંધ જરાય નઈ ફાવે

વીતેલા સમયને યાદ ન રાખો તો ચાલશે
પણ તેમાંથી મળેલા અનુભવ ને
હંમેશા યાદ રાખજો
Best Quotes in Gujarati

માણસને પરિસથિતિ કરતાં
વિચારોનો થાક વધુ લાગે છે

માણસ જીવનમાં
ગમે તેટલો વેપારી બની જાય
પરંતુ પોતાની તકલીફ વેચી શકતો નથી
અને શાંતિ ખરીદી શકતો નથી

થોડીક ચાલાકી
અમને પણ શીખડાવ એ જિંદગી
આ જમાનામાં મારી નિર્દોષતા
મને મોંઘી પડી રહી છે

ડબલ રોલ કરવા વાળો માણસ
છેલ્લે એક રોલ પણ કરવાને લાયક રહેતો નથી

જે માણસ ભગવાન ને ભરોસે કામ કરે છે
એની સાથે થયેલા દગા નો હિસાબ પણ
ભગવાન જ કરે છે

ઓળખાણ, આવડત, અક્કલ, અનુભવ અને
આત્મવિશ્વાસ બજારમાં વેચાતા નથી
મફત મળે છે જો મેળવતા આવડે તો

જ્યાં આપણી હાજરી નથી હોતી
ત્યાં આપણાં ગુણ અવગુણ ની હાજરી
અવશ્ય હોય છે

જો આપણી ભૂલ હોય તો 100 વાર નમી લેવું
પણ જો આપણી ભૂલ ન હોય
તો સામે ગમે તે હોય લડી લેવું

આ નાનકડી જિંદગી માં
એક વાત હંમેશા યાદ રખાય
સબંધ બધા સાથે રખાય
પણ વિશ્વાસ કોઈ પર ન રખાય

કાચા કાન, શંકાશીલ નજર અને નબળું મન
માણસ ને સારી સમૃધ્ધિ માં પણ
નરક નો અનુભવ કરાવે છે

કુદરતની પરીક્ષા ચાલે છે
જેને જે આવડે એ કરો
લૂંટવાનું આવડે એ લુંટો
સેવા આવડે એ સેવા કરો
અને પરિણામ માટે તૈયાર રહેજો
કેમકે ઉપર કોઈ લાગવગ નહીં ચાલે

સુખ શાંતિ માટે
દરેક ની વ્યાખ્યા જુદી હોઈ શકે
બુધ્ધે શાંતિ ની શોધ માં મહેલ છોડી દીધો
અને આપણે મહેલ ની શોધ માં
શાંતિ છોડી દીધી

કહેવાય છે કે જિંદગી એક વાર જ મળે છે
એ સાવ ખોટું છે મૃત્યુ જ એક વાર મળે છે
બાકી જિંદગી તો રોજ મળે છે

કર્મ હંમેશા પાછું આવે જ છે
પછી ભલે સારું હોય કે ખરાબ
જે તમે બીજા સાથે કર્યું હોય
એ તમારી પર વીતશે એ તો ચોખ્ખી વાત છે

બીજાની ખુશી જોઈને ક્યારેય દુઃખી થવું નહીં
સુરજ હોય કે ચાંદ
બધા પોતાના સમયે ચમકે છે

જીવન માં સૌથી સુરક્ષિત વીમો એટલે
ઈશ્વર માં ભરોસો બસ સમયસર
સારા કર્મોનું પ્રીમિયમ ભરતા રહેવું

લાગણીશીલ વ્યક્તિ કાયમ એકલો રહી જાય છે
કારણ કે એની લાગણીઓ સાથે લોકો
રમત રમી જાય છે

માણસ ભલે ગમે તેટલો સમજદાર હોય
પણ એ કોઈની લાગણી ન સમજે ને
તો એવી સમજદારી નો કોઈ મતલબ નથી

એક કાશ
બહુ બધી આશ
અને મર્યાદિત શ્વાસ
વચ્ચે અટવાયેલી રમત નું નામ એટલે જિંદગી

ક્યાં સુધી ભણવું અને ક્યાં સુધી કમાવું
એ ઉમર નહીં પરિસ્થિતિ નક્કી કરતી હોય છે

સવાર પડે તો ધન્યવાદ માનજો
અને રાત પડે તો આભાર
કારણ કે તમારા હાથ માં કાંઈ નથી
પણ એના હાથમાં બધું જ છે
કોની સવાર પાડવી અને કોની નહીં

સુંદર ચહેરા થી વધારે જરૂર છે
સારો સ્વભાવ રાખવો સાહેબ કારણ કે
ચહેરો તો ઉમર અનુસાર બદલાય જાય છે
પરંતુ સારો સ્વભાવ જીવનભર સાથ આપે છે

દુનિયામાં સૌથી ખુશ એ લોકો રહે છે
જે એ જાણી ચુક્યા છે કે બીજા પાસે થી
કોઈ પણ પ્રકારની આશા રાખવી વ્યર્થ છે

દેખા દેખી બહુ અઘરી છે
ગમે તેની કરશો તો લેવાઈ જશો
સલાહ બહુ સસ્તી છે
ગમે તેની લેશો તોય ભરાય જશો
જીવનમાં પોતાની સોચ
અને સગવડ પ્રમાણે જીવશો તો તરી જશો

જીવનની મુસાફરી લોકલ ટ્રેન જેવી હોય છે
ધક્કા મુક્કી કરીને અંદર ગયા
અને અંદર ઉભા રહ્યા
માંડ બેસવાની જગ્યા મળી
ત્યાં તો સ્ટેશન આવી ગયું

ઈજ્જત રૂપિયાની નહીં
વ્યવહાર અને વર્તન ની છે
પાંચ માણસ તમારા રૂપિયા જોઈને નહીં
પણ તમારો સ્વભાવ જોઈને આવકાર આપશે
માટે જ વધુ રૂપિયા વાળા કરતા
સારા સ્વભાવ વાળા વ્યક્તિ વધુ અમીર છે

ખેલાડી તો હું તમારા થી પણ સારો છુ પણ
સંબંધો સાથે રમવું એ મારા સંસ્કાર માં નથી
इसे पढ़े: Gujarati Status Download
इसे पढ़े: Best Heart Touching Quotes in Gujarati
इसे पढ़े: Best Suvichar in Gujarati
इसे पढ़े: Best Thoughts in Gujarati
इसे पढ़े: Gujarati Shayari 2 Line
इसे पढ़े: Heart Touching Sad Love Quotes in Hindi
इसे पढ़े: Best Gujarati Shayari Photo
इसे पढ़े: Best Gujarati Status Photos
इसे पढ़े: Best Love Quotes in Gujarati